STORYMIRROR

Hasmukh Amathalal

Others

2  

Hasmukh Amathalal

Others

ઇન્દિરા ગાંધી પ્રતિષ્ઠ પુરસ્કાર

ઇન્દિરા ગાંધી પ્રતિષ્ઠ પુરસ્કાર

1 min
2.7K


મા મને તું ખુબજ સાંભરે;
તારી એક એક વાત મને યાદ અપાવે.
આપણી ગરીબી અને આપણી સ્વમાની રહેણીકરણી
ખુબજ મહેનત અને મુઠ્ઠીભર કમાણી।

મને તું સથવારો આપતી;
દરેક વખતે પ્રોત્સાહન અને સહારો આપતી.
મારા લશ્કરમાં જોડાવા અંગે પણ તું સાહસ બતાવતી.

તુંજ તો હતી અને સજળ આંખોએ કહેતી;
લોકો કહે છે, "તું શૂરવીર બાળક ની માતા છે"

"જૈનકુળમાંથી કોણ આવી સાહસિકતા બતાવે છે?"
પણ મને તારી આંખોમાં દરિદ્રતાનો દરિયો દેખાતો.
તને કૈંક કરી બતાવવાની હું સ્પષ્ટ ઝંખના રાખતો। 

વાંચવાનો મને ઘણોજ શોખ,
રાત દિવસ કરું ગોખ ગોખ.
ખુબજ વાંચન અને ખુબજ હઠાગ્રહ;
સારા પુસ્તકોનો રાખતો આગ્રહ।

આવો પ્રતિષ્ઠિત પુરસ્કાર મેળવીને દિલ ગદગદ થાય;
જે સ્કૂલમાં હું ભણ્યો તેની વિશેષ યાદ આવી જાય.

મારા વડીલ શિક્ષકો અને ગ્રામજનોનો વિશેષ સહયોગ કહેવાયઃ
તેમને જેટલા સ્મૃતિમાં જાળવીએ એટલું પણ ઓછુંજ કહેવાય.


Rate this content
Log in