STORYMIRROR

Hasmukh Amathalal

Romance

2  

Hasmukh Amathalal

Romance

ઘણી મોટી વાત

ઘણી મોટી વાત

1 min
2.4K


દિવા તળે અંધારૂં,
કોણ આપણું અને કોણ નોધારૂં.
બસ આ દુનિયાનો એકજ છે રિવાજ;
ઊંચો ના કરશો કદી અવાજ।

ચુપચાપ જીવી જાણો,
દુઃખમાં પણ જીવનને માણો.
કૈંજ ના બોલે તે શાણો;
બોલ્યો તો માની લો ફસાણો।

જીવન તો છે દોહ્યલું,
પણ ઘણું વહાલું,
કોઈ મરવા તૈયાર નથી,
કબુલ થવા અથવા મરવા જેટલા હોંશિયાર પણ નથી।

ગાંડો પણ મરવા માટે હા નહિ કહે;
બધાજ છે સ્વાર્થના સગા અહીં.
પૈસો બોલે છે છાપરા પર ચડી ને,
વાત - વાતમાં લઇ લે છે લડી ને।

વાત ને કબુલ કરી લો,
પ્રેમ બધાને કરે છે પગલો.
હવે તો જીવી લો સુંદર પળ,
કદી નહિ આવે તમારા પર કોઈ આળ। 

આ ઘણી મોટી વાત છે,
પડ્યા પાર લાત મારવા જેવી છે.
પણ સત્ય તો છે જ-
પ્રેમ ચીજ જ એવી છે।


Rate this content
Log in

Similar gujarati poem from Romance