ઝરમર
ઝરમર
ધોધમાર નહીં તો ઝરમર ચાલશે,
આખરે તો ભીંજાવાની વાત છે.
વરસો તમે કોઇ પણ રીતે આજ,
કરેલ એક જો વાયદાની વાત છે.
કઠણ ફલકે પણ અર્પજો ભીનાશ,
હવે જુઓ બસ! ઉગવાની વાત છે.
આવજો જરૂર હવે તો તમે મન મૂકીને,
વર્ષોથી બારણું ખુલ્લું રાખ્યાની વાત છે.
અમને તમારું ઝરમર પણ ફાવશે "નીલ",
એક શમણું તરબતર કરવાની વાત છે.
