STORYMIRROR

Chaitanya Joshi

Drama Fantasy Inspirational

3  

Chaitanya Joshi

Drama Fantasy Inspirational

ઝંખવાની મઝા.

ઝંખવાની મઝા.

1 min
26.6K


ખબર છે કે નથી મળવાનું તોયે ઝંખવાની એક મઝા છે,

અરમાન કદી નથી ફળવાનું તોયે ઝંખવાની એક મઝા છે,


કરી પ્રતિક્ષા ચાતકીને નયન પણ હવે સાવ થાક્યાં હશે,

દરશન કદી પણ નથી થવાનું તોયે ઝંખવાની એક મઝા છે,


ક્યાં આભને ક્યાં અવની ધરતીના ધ્રુવ સમા એ અંતરે,

આવકાર કોઈ નથી દેવાનું તોયે ઝંખવાની એક મઝા છે,


સપનાની સરગમ સૂર સપ્તકને સદાએ સંભળાવનારી,

વાસ્તવમાં નથી રે બનવાનું તોયે ઝંખવાની એક મઝા છે,


મનના મંદિરયે અવિરત તારી આવનજાવન સુખદાઈ,

વસંતે પાનખર થૈ ખરવાનું તોયે ઝંખવાની એક મઝા છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama