ઝંખના
ઝંખના


ઝંખનાઓને ઝંખી તો જોવો;
આકાશ ના ઉડતા પારેવાને,
સામા પવનમાં જૂંજતા તો જોવો
ઝંખનાઓને.....
લડાઈમાં લડતા સૈન્યને;
પોતાને એ જગ્યાએ મૂકીતો જોવો
ઝંખનાઓને....
ફતેહ થવા ઈતિહાસમાં; ઝાંસી,
પ્રતાપની, જગ્યાએ મૂકી તો જોવો
ઝંખનાઓને ઝંખી. .....
ખેતરમા ખેતી કરતા ખેડૂતનું,
હળને ઉપાડી, ખેતર ખેડીતો જોવો.
ઝંખનાઓને ઝંખી. ...
શું ખબર ! તમારી ઝંખના હોય,
રાઇ ના દાણા જેવી,
ઝંખનાઓને ઝંખી તો જોવો .