STORYMIRROR

Chirag Padhya

Romance

3  

Chirag Padhya

Romance

ઝલક

ઝલક

1 min
28.9K



ખંજન તારા ગાલ પર, મુજ મનડે હરખ છે,

નથી કોઈ વસ્યું હૃદયે, ખાલી મનનું ફલક છે,


એકાંતનું મારું જીવન, હવે પીડાજનક છે,

જીવન જીવવા પૂરતી, બસ તારી ઝલક છે,


તુજ વિના લાગે સુનો, મારા મનનો મલક છે,

વાટ નીરખે તારી, મુજ આંખોની પલક છે,


હૈયાના હિંડોળે ભાસતું, એકાંતનું નરક છે,

જીવન જીવવા પૂરતી, બસ તારી ઝલક છે,


દુઃખી ચહેરે લગાવ્યા, સ્મિત રુપી વરખ છે,

તને નથી કદર પ્રેમની, એ જ મોટો ફરક છે,


પ્રેમે આપ્યા મુજને, જીવવા ઘણા સબક છે,

જીવન જીવવા પૂરતી, બસ તારી ઝલક છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance