STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Drama Fantasy Inspirational

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Drama Fantasy Inspirational

ઝાકળ

ઝાકળ

1 min
26.9K


બાગનો માળી કહે કે આજે તો,

આ ઝાકળ પરેશાન કરી ગઈ,

ને મૌન ફૂલોનું એક ઘોષણા કરે કે,

એ તો અહેસાન કરી ગઈ..


તડકો ચડે ને થાય વિલીન ક્યાં ને,

કોણ જાણે એ સંતાય ક્યાં?

ને તોય ફૂલોની પાંખડીઓ ઉપર,

એ નમણાં નિશાન કરી ગઈ..


તીર સમ કિરણો વિંધવા ઝાકળને,

આવ્યા'તાં શું કામ ભલા?

આત્મસાત કરી કિરણોને એ તો,

એક રંગીન કહેકાશાં કરી ગઈ..


હજી તો હું નીકળ્યો જ હતો,

અદા કરવાં નમાઝ પ્રથમ પહોરની,

ને ફૂલોને એ ભેટીને વુજુ,

પહેલાં જ એક મૌન અઝાન કરી ગઈ..


ને મુજ અજ્ઞાનીનું હતું પ્રવચન,

ઝાકળ ઉપર એક ભીડ સમક્ષ,

ને ભીડ એક ઝાકળની ઘાસ ઉપર,

બાઝીને વ્યાખ્યાન કરી ગઈ..


ટાઢી ટાઢી લહેરખીઓએ જગાવી,

રણમાં એક આશા મૃગજળની,

ને પરોઢિયે જોયું તો કણ કણ,

ઉપર અનેરું અભિવાદન કરી ગઈ ..


હૃદય પર ભાર સાથે કરી છે,

કોશિશ ગઝલ લખવાની "પરમ",

ને આંખમાંથી ટપકી તો મુજ,

"પાગલ"નાં દર્દનું સ્મશાન કરી ગઈ..


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama