ઝાકળ
ઝાકળ
દિલના ખૂણા પર ઝાકળ જેમ એક વાત બેઠી છે,
ડરેલી ગભરાયેલી છાનીમાની ચૂપચાપ બેઠી છે.
જાણશે કોઈ જો સૂરજના કિરણની જેમ,
એવા ડરથી લપાઈ લપાઈને બેઠી છે,
ઊડી જશે એ પળવારમાં,
એવા ડરથી સૌથી સંતાઈને બેઠી છે.
આમ તો અસ્તિત્વ નાનું અમથું છે, જાણે છે,
તો પણ થોડું જીવવાની આશ લઈને બેઠી છે.
થઈ શકે એક સિતારો આ ભરચક આભમાં,
એવો એક પ્રયાસ લઈને બેઠી છે.
હા, એ શબ્દોની દુનિયામાં
પોતાનો અવાજ લઈને બેઠી છે,
બંધ મુઠ્ઠીમાં પણ થોડો ઘણો,
ખુદનો પ્રકાશ લઈને બેઠી છે.
