ઝાકળ
ઝાકળ


આજે દીકરા તું વઢ્યો કે તારા પેટમાંથી વહુ,
મારી આંખે જે બાઝ્યુ એને ઝાકળ, એવું કહું ?
પાપા પગલી તું કરતો, પડી જવાય તો તું રડતો.
ને તારી માની આંખે છવાતું એને ઝાકળ, એવું કહું ?
શ્રદ્ધા મારી સવાર જેવી ને અપેક્ષાઓ સાંજ.
તડકો થતાં છે ઉડી ગયું એને ઝાકળ, એવું કહું ?
જ્ઞાનનો મને અહમ હતો કે અહમ મારું જ્ઞાન,
સત્યને આડે આવરણ હતું એને ઝાકળ, એવું કહું ?
મને તારા પર પ્રેમ હતો કે હતો પ્રેમનો વહેમ,
હકીકતમાં જે છળી ગયું એને ઝાકળ, એવું કહું ?