ઝાડ
ઝાડ
ટીંપુ જળનું
એક દે મુજને તું !
જીવન દઉં.
પ્રાણવાયુનો
ભંડાર ભરી બેઠું,
ચાલ જીવી લે !
તું વાવ વન,
સિમેન્ટ કોંક્રિટનાં
પછી પસ્તાજે !
મારાં બીજને
સંકોરજે નીરથી,
ઝાડ થઈશ.
અંકુર છું હું
બે પાંદડે થવા દે !
છાયા આપીશ.
