જગતનો નાથ
જગતનો નાથ
આંખેથી વરસાવે છે જે પાણી,
વરસાદ બની સિંચે જે માની સાડી,
રક્ત રેડીને રોપે જે જીવને બની તાત,
ખેડૂત કહેવાયો એ જગતનો નાથ,
વિશ્વના બાળકોનું આયુષ્ય સિંચે,
અમૂલ્ય લીલું પાંદડું એ ઉપજાવે,
જીવનભર પરસેવાનું મોલ ચૂકવે,
અમુલ્ય મોલ સાથે ધરતીમાનું ઋણ ચૂકવે,
તંદુરસ્તી એ વેચીને આપે શક્તિ અપાર,
હરિયાળી ચાદર ઓઢી માતાએ હરખે,
ધરતીનો પુત્ર હંમેશા રાખે માની લાજ.
