STORYMIRROR

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Classics

0  

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Classics

જે પ્રીતડી થઈ તે

જે પ્રીતડી થઈ તે

1 min
504


જે પ્રીતડી થઈ તે કો’દી નહીં જ તૂટે, કોઈ ઉપાય તૂટે !

છો શ્વાસ કો’દી ખૂટે, આ પ્રીત ના જ તૂટે, કોઈ ઉપાય તૂટે !


સ્થાપ્યાં તમોને દિલમાં, ભાળ્યાં અખિલ જગતમાં,

સંબંધ કેમ છૂટે, કોઈ ઉપાય છૂટે ! ...જે પ્રીતડી.


ગંગા પ્રસન્ન વહેતી, સુખ-શાંતિ દિવ્ય દેતી,

તેવી સુધા તમારી, ઉરથી નહીં જ ખૂટે ! ...જે પ્રીતડી.


કો વિશ્વના વિષયનો, કે માનવી-પ્રણયનો,

અંકુર નહીં જ ફૂટે, કોઈ ઉપાય ફૂટે ! ...જે પ્રીતડી.


બનતાં પ્રસન્ન પ્રેમે, આશિષ દો તમે યે,

ના સાથ કો દી છૂટે, કોઈ ઉપાય છૂટે ! ...જે પ્રીતડી.


‘પાગલ’ થયો તમારો, લીધો છે રાહ ન્યારો,

તે રાહ ના જ છૂટે, કોઈ ઉપાય છૂટે ! ... જે પ્રીતડી.


-ડૂબેલ અમે તો સાગરમાં, ડૂબે માખી જ્યમ ગાગરમાં,

કર ફેલાવી બલ ના જ ધરે, આ જગને તો તો કોણ તરે ?... તું કૃપા તણી.


શ્રી યોગેશ્વરજી


Rate this content
Log in

Similar gujarati poem from Classics