બાબા સાહેબ ઉધ્ધારક
બાબા સાહેબ ઉધ્ધારક
ભારત ભૂમિમાં તમે એક સાચા સમાજ સુધારક છો,
સખત સંઘર્ષના બાબાસાહેબ તમે ધ્રુવતારક છો.
સમાન ન્યાય લખ્યો છે બંધારણના ઘડવૈયા થઈને,
વંચિતોની વેદનાના બાબા સાહેબ તમે ઉધ્ધારક છો.
જાતિવાદની જડ ઉખેડી નાખવા લડ્યા અસ્પૃશ્યો કાજે,
બૌદ્ધ ધર્મની દ્રઢ આસ્થાના બાબા સાહેબ તમે ધારક છો.
ન્યાય શાસ્ત્ર - અર્થ શાસ્ત્ર અને રાજનીતિમાં તમે નિપુણ,
સમાનતા - બંધુત્વના બાબા સાહેબ તમે પ્રચારક છો.
વૈચારિક ક્રાંતિથી મહાન થઈને જગમાં પરખાયા,
મુઠ્ઠી ઊંચેરા માનવી બાબા સાહેબ તમે પ્રભાવક છો.
