અરમાન
અરમાન
ક્યાંક ગુલાબનું ફૂલ ને ક્યાંક સુગંધના અરમાન
વહેતી નદીના કાંઠા જેવા આ જીવનના અરમાન
ક્યાંક શુભ શુકનને ક્યાંક લીલા તોરણે અરમાન
સ્નેહ સંબંધને હેતના માત્ર એક જ હોય અરમાન
ક્યાંક ફૂલોની સુવાસ ને ક્યાંક સદગુણોના અરમાન
ધીરજની ધરામાં સ્નેહથી સમાવેલા હોય અરમાન
ક્યાંક જિંદગી મળ્યાના તો ક્યાંક બળ્યાના અરમાન
દિલને હરપળ હરક્ષણ મંઝિલ મેળવવાના અરમાન
ક્યાંક હવા રંગીનને ક્યાંક સ્થળ ગુલઝારના અરમાન
મન મસ્ત બનીને ખોવાઈ જાય ભર દરબારના અરમાન
ક્યાંક વિરહની વેદના ને ક્યાંક સંગીન પ્રસંગના અરમાન
લાખ લીટીએ ન લખાય વાલમ રંગીન પ્રસંગના અરમાન
