STORYMIRROR

purvi patel pk

Classics Others

4  

purvi patel pk

Classics Others

પૈસો

પૈસો

1 min
329

હાય પૈસો, હાય પૈસો કરતા, જીવન આમ જ ચાલ્યું જાય,

ચડસાચડસી કરતા કરતા, માણસો વચ્ચે હુતુતુતુ થાય,


સત્યથી વેગળી હું વાત કરું, તું તો પૈસાનો દાસ થઈ જાય,

નાણાં વગરનો નથિયો ને, નાણે નાથાલાલ બોલાય,


જીવનનું ચક્ર આમ જ કરતા, સાવ જ ગગડતું જાય,

મન ગુંચવાય, માન ઘવાય, જેવો પૈસો ભાગી જાય,


માણસ પૈસાને ખરીદે કે, પૈસો માણસને ખરીદતો થાય,

કર્મની થપાટ પડે બરાબર, ત્યારે પુણ્ય ખતમ થઈ જાય,


તીર્થયાત્રા ને દર્શન કરવા, ઈશ્વરને પણ પૈસા ધરાય,

પૈસા વગર કશું ન થાય, તો પૈસા વગર ક્યાંથી જીવાય,


કળિયુગે કાળા માથાનો માનવી ને, કાળું નાણું ચલાવાય

રૂપ અને રૂપિયો જ ચાલે, માણસ બહુરૂપીયો થઈ જાય.


Rate this content
Log in

Similar gujarati poem from Classics