સંસ્કૃતિ સાચવે રૂડું ગામડું
સંસ્કૃતિ સાચવે રૂડું ગામડું
હેત છલકતાં હૈયા અને નિખરતા નયને વરસે ઝાઝી પ્રીત,
સાચો છલકે સ્નેહભાવ હૈયે, સંસ્કૃતિ સાચવતું રૂડું ગામડું.
રણકે ઝાલર આંખ ઉઘડતા, નિત્ય પ્રભાતે હરિ સ્મરણ થાય,
ઉભા થતાં જ઼ ખાટલેથી વ્હાલા મા બાપના ચરણસ્પર્શ થાય,
સાચો છલકે સ્નેહભાવ હૈયે, સંસ્કૃતિ સાચવતું રૂડું ગામડું.
રણકે ઘૂઘરા આંગણે બળદગાડાના, સહુ મેહનત માટે હોય તૈયાર,
ખેડૂત ખબે કોદાળી મૂકી કેવા હરખતાં ખેતરે જતા દેખાય,
સાચો છલકે સ્નેહભાવ હૈયે, સંસ્કૃતિ સાચવતું રૂડું ગામડું.
ખીલતા પુષ્પો હેવ બાળકો આંગણે આનંદે ખેલતા દેખાય,
અવનવી રમતો કસરતની, ગામડે રમતા ઝાઝી દેખાય,
સાચો છલકે સ્નેહભાવ હૈયે, સંસ્કૃતિ સાચવતું રૂડું ગામડું.
ભાત લઈને હાલે હરખતી, પિયુ કાજ ખેરે મલકતી નાર,
ચાર લઈને માથે ઉપાડી સાંજે, છલકતાં વળે પાછા ઘેર નરનાર,
સાચો છલકે સ્નેહભાવ હૈયે, સંસ્કૃતિ સાચવતું રૂડું ગામડું.
રાત પડે ને ભજન મંડળી જામે, ભજનો રૂડા ભક્તિથી ગવાય,
પ્રભુ સ્મરણ પ્રસાદ ધરી સહુ મીઠી નીંદર માણે સદાય,