હતા
હતા
પહેલા નિષ્કામ બની ઈશ્વરને ભજતા હતા,
માણસ માણસને જોઈ ખૂબ હરખતા હતા.
પહેલા ખાનદાની જોઈ વેવિશાળ કરતા હતા,
વહુને સાસુ કુટુંબનાં રીવાજ શીખવતાં હતા.
પહેલા પરિવારની મર્યાદામાં સૌ માનતા હતા,
પહેલા મહેમાનોને સગાઓ આવકારતા હતા.
અને મહેમાનો પણ તેનો આનંદ માણતા હતા,
વાર તહેવારે શેરીએ શેરીએ રાસ રમતા હતા.
હોળીમાં રંગોથી એકબીજાને સૌ રંગતા હતા,
ઘર- પરિવાર સાથે બેસી ભોજન કરતા હતા.
સૌ શુદ્ધ દેશી રસોઈ બનાવીને જમતા હતા,
કોઈ પ્રકારનો ભેદ - ભાવ ન, રાખતા હતા.
નવરાત્રી આવે સૌ રાસ - ગરબા રમતા હતા,
નૂતન વર્ષે એકબીજાને ઘેર જઈ મળતા હતા.
એકબીજાને ઘેર જઈને ખબર પૂછતા હતા,
આવું સુંદર જીવન સૌ માણસ જીવતા હતા.
