STORYMIRROR

Kiran piyush shah "kajal"

Classics

4  

Kiran piyush shah "kajal"

Classics

ગાંધારી

ગાંધારી

1 min
252

આજ ગાંધારી બની એતો લડે છે પ્રેમમાં,

આંખ આડેના જ પાટાઓ નડે છે પ્રેમમાં.


વ્હાલ એનું આંધળું છે દોષ દેખાતા નથી,

ભોગવે અંધાર મા થઈ ને પડે છે પ્રેમમાં.


વાત સાચી એજ સમજાવી શકે તો સુધરે,

એ પ્રયાસો પણ નથી કરતી, રડે છે પ્રેમમાં.


રાજરાણી એ કહેવાતી, હતી લાચાર એ,

દીકરાઓની બની દુશ્મન અડે છે પ્રેમમાં.


હા! સતાની લાલચુ કયારેય નોતી તોય તે,

ભોગ બનતી રાજકારણનો, સડે છે પ્રેમમાં.


મોહ માયા ત્યાગી ચાલી આજ વનની વાટને,

શ્રાપ આપી ત્યાગ કરતી એ ચડે છે પ્રેમમાં.


હા ! સદીઓ વીતી તો પણ લાગતી એ કાલની,

એજ ઘરઘરમાં બનીને ગડગડે છે પ્રેમમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Classics