STORYMIRROR

Chaitanya Joshi

Classics

4  

Chaitanya Joshi

Classics

હરિશરણ.

હરિશરણ.

1 min
28.4K


મને મળી ગયું મબલખ હરિને શરણે જાતાં. 

પછી ભૂલાયું જીવનવખ હરિને શરણે જાતાં. 

ટળી ગૈ મારી આધિ વ્યાધિને ઉપાધિ સહજ, 

થૈ પછી આતમની પરખ હરિને શરણે જાતાં. 

હરિ મને સર્વસ્વ લાગે મુજ હૈયાનો આધાર,

સ્મરણ કાજ કેવો હરખ હરિને શરણે જાતાં. 

જૂગજૂનો વિયોગ રખે ટળવાની વેળા આવી,

રંગાયો એના રંગે શિખનખ હરિને શરણે જાતાં. 

પ્યાસી નૈન બની અધિરને ચાતકી બની જતાં,

દુનિયા લાગે મને દોઝખ હરિને શરણે જાતાં. 

તારી આરત મારી આરત અંતરથી રે વહેતી,

જાણે મનને ફૂટી રે પંખ હરિને શરણે જાતાં.


Rate this content
Log in

Similar gujarati poem from Classics