STORYMIRROR

Vaghela Arvind

Inspirational Classics

4  

Vaghela Arvind

Inspirational Classics

કસ્તુરી આ છોકરી

કસ્તુરી આ છોકરી

1 min
27.7K


કેરીની ગોટલી જેવી તુરી આ છોકરી.

બૃહદ ગીરની લાગે કસ્તુરી આ છોકરી. 

નમણી કમર ને આંખોથી કામણગારી

નથી કોઈ સાધારણ કળિયુગની નારી.

હોય ભલે એક નદીની ભુરી આ કાંકરી.

બૃહદ ગીરની લાગે કસ્તુરી આ છોકરી. 

તારી ગેરહાજરી બને છે મારી કમજોરી.

કોણ જાણે કયાંરે થઈ મારા દલડાની ચોરી.

મારે મન તો તું મારી બૃહદ ગીરની ગંગોતરી. 

જુવો "નલીન" ના પ્રણયની અધુરી કંકોતરી.

હવે કયારે થશે પુરી ફૂલોની કોમળ ટોકરી.

બૃહદ ગીરની લાગે કસ્તુરી આ છોકરી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational