ચાલવાની વાત
ચાલવાની વાત
આમ લાગણી સતાવીને ચાલવાની વાત છે,
તનાવ તમન્ના વચ્ચે કાંઈક ધારવાની વાત છે.
ઝખ્મ આપી ગયા પોતાનાં લાગતા એ બધાં,
લાગણી લગાવ વચ્ચે કાંઈક ધારવાની વાત છે.
કોઈ રાતનું સપનું હોત સવાર થતાં ભૂલી જઉ,
પ્રેમ પ્રતિક્ષા વચ્ચે કાંઈક ધારવાની વાત છે.
જીવનમાં સમય એવો કપરો આવી ઊભી ગયો,
સમય સફળતા વચ્ચે કાંઈક ધારવાની વાત છે.
દિલના કોઈ ખૂણે દફન કરી દીધી કડવી યાદીને,
મુલાકાત નફરત વચ્ચે કાંઈક ધારવાની વાત છે.
