સાંજનો તડકો
સાંજનો તડકો
જીવનના ઉગતાં અને મધ્યાહ્નના તડકામાં તપીને,
સમય થયો હવે સાંજના કુણા તડકાને માણવાનો.
અંતકાળ ઢુંકડો આવી લાગ્યો, થયો સમય જવાનો,
ઈશ્વરે જીવન આપ્યું, હવે તેને જ સમય આપવાનો.
ચાડી ચુગલી કરવામાં લોક રચ્યાં પચ્યાં રહેવાના,
નથી રહ્યો સમય તેમની સાથે તારી મારી કરવાનો.
કર પ્રયત્ન હજીયે કોઈના તું દુઃખદર્દ વાંચવાનો,
પાપ પુણ્ય સમજવા વર્ગ નથી હોતો ભણવાનો.
મોકો નહીં મળે ખરા-ખોટાની ખાતાવહી લખવાનો,
કાવાદાવા ને છળ કપટથી ભર્યો ભર્યો આ જમાનો.
