જૂગજૂની ટેવ
જૂગજૂની ટેવ
ઉછળકૂદ કરવાની આ સાગરની જૂગ જૂની ટેવ,
કિનારે છે નમવાની આ સાગરની જૂગ જૂની ટેવ.
ભર્યો છે એ ક્ષારસિંધુ તોય શીદને એ ગર્વ કરતો ?
હંમેશાં ગરજવાની આ સાગરની જૂગ જૂની ટેવ.
આવે ભરતીને ઓટ વારેવારે સુખદુઃખ સમાં જે,
થાકી ફીણ ધરવાની આ સાગરની જૂગ જૂની ટેવ.
સમાવે સરિતાને કેટકેટલી તોય ના એ છલકાતો,
નદીનીર સમાવવાની આ સાગરની જૂગ જૂની ટેવ.
સૂર્યાસ્તે કેવો લાગે રખેને એ હોય સૂર ડૂબાડતો !
વાદળને જળ દેવાની આ સાગરની જૂગ જૂની ટેવ.