જડવું છે
જડવું છે
1 min
213
ખોવાયો છું જડવું છે,
મારે તમને મળવું છે.
પ્રેમે અમને જોયા તે,
તમને જોઈ ઠરવું છે.
મિત્રો ચાલે ના સીધાં,
તેઓ સાથે ભળવું છે.
એકલતાંમાં લાગે ડર
તુજની સાથે તરવું છે.
"શાદ" હઠ તને જોવાની,
તારી સાથે ફરવું છે.