જાઉં છું
જાઉં છું
દોસ્ત દિલમાં હું ય તારો પ્યાર લઈને જાઉં છું
ને હૃદયમાં યાદોનો ભંડાર લઈને જાઉં છું.
પ્રેમમાં લીધા અબોલા ને, રિસાઈ છો ઘણું,
દર્દ દિલમાં ને હૃદયમાં, ભાર લઈને જાઉં છું.
વેદના સંવેદનાનો, ભેદ તો થોડો સમજ,
પાંપણોમાં આંસુઓની ધાર લઈને જાઉં છું,
છે વિરહ પણ કેમ સમજાવુ હું આવીને તને
જીત સાથે જિંદગીની હાર લઈને જાઉં છું,
આ વ્યથા તો દિલને આજીવન રડાવે પ્રીતમાં,
ને હું તારા પ્રેમનો આધાર લઈને જાઉં છું.