જાત સાથે લડવું પડે છે
જાત સાથે લડવું પડે છે
હૈયે હોય પીડા તોય હસવું પડે છે,
સંબંધોને રાખવા મીઠા ક્યારેક સંબંધોમાંથી
થોડું ખસવું પડે છે,
પિત્તળ પર લગાવે સોનાની વરખ,
કેવી રીતે કરવી સાચાની પરખ ?
અહી તો શુદ્ધ સોનાની સાબિતી માટે સોનાને પણ ટીપવું પડે છે,
નથી મળી જતું સહજમાં કઈ
સપનાંઓને સાકાર કરવા ખૂબ ઝઝૂમવું પડે છે,
ક્યારેક મળે સ્વજનો તરફથી ઘાવ,
નથી કરી શકતા કોઈને રાવ,
ત્યારે જાત સાથે થોડું લડવું પડે છે,
જીવન રસ્તે ડગલે ને પગલે છે સમસ્યાઓના બમ્પ,
સુખચેનથી જીવવા થોડું ભૂલવું પડે છે,
માન સન્માન છે દરેકને પ્યારું,
પણ પરિસ્થિતિ આવે ક્યારેક એવી તો નમવું પડે છે.
