જામફળે પહેર્યુ નવું સ્વેટર
જામફળે પહેર્યુ નવું સ્વેટર
જામફળ તો હાલ્યું ફરવા
સ્વેટર પહેર્યુ નવું નકોર
ઠંડો સુ સુ પવન વાય
ઠંડી જામી છે ચારેકોર,
મમ્મી કહેતી દીકરા
જામફળ ઘડીક ઊભો રે
કડકડતી ઠંડીમાં તું
કાને મફલર બાંધી લે
સર્દી નાકે તને ઘૂસી જશે
ઠંડીનું છે ઝાઝું જોર
જામફળ તો હાલ્યું ફરવા
સ્વેટર પહેર્યુ નવું નકોર,
ઠંડીમાં બેટા રાખજે ધ્યાન
તલને કચરિયુ તું ખાજે
મેથી ને ગુંદનાં લાડવા
બનાવું બેટા તારે કાજે
ઠંડીમાં પડ્યાં છે માંદા
તારા મિત્રો ગાજરને બોર
જામફળ તો હાલ્યું ફરવા
સ્વેટર પહેર્યુ નવું નકોર.
