જાજમ ફૂલોની
જાજમ ફૂલોની
ઘરમાં જ મધુવન બની જાજમ ફૂલોની,
છે પ્રીતમ વાસ્તે બિછાવી જાજમ ફૂલોની !
ખીલેલા મનનાં ભવ્ય ફૂલો પાથરી દીધા,
જાતને કરી નાખી છે અમે જાજમ ફૂલોની !
ઉંમરની પાનખરે ખીલી વૈભવી વસંત,
ખંજનમાંથી ખરતી રહી જાજમ ફૂલોની !
થંભી છે હવામાં એક નદી નેહના નીરની,
ખુશ્બૂનું ઘોડાપુર બની છે જાજમ ફૂલોની !
તમારી ચાહતના બગીચામાં ખીલી ગઈ છે,
કળીઓ મારા દિલની થઈ જાજમ ફૂલોની !
છલકાઈ છે "પરમ" ઊર્મિઓ ઉરની આજે,
ને પથરાઈ "પાગલ" બની જાજમ ફૂલોની !
