જાદુઈ જીનીનો ચિરાગ
જાદુઈ જીનીનો ચિરાગ
જાદુઈ જીની લોકોની ઈચ્છા પૂરી કરનારી છે,
જાદુઈ જીની લોકોને આનંદ આપનારી છે,
પલક ઝબકાવાની સાથે કામ પાર પાડનારી છે,
એતો કેવી સરસ મજાની કલા કરનારી છે,
માલિકના હૂકમનું રોજ પાલન કરનારી છે,
કરો હૂકમને ચિરાગ બહાર આવનારી છે,
એતો બધાનું હીત અને ભલું કરનારી છે,
નાના બાળકોને ખૂબ વ્હાલ વર્ષાવનારી છે,
માલિકની સલાહ અને સલામ ભરનારી છે,
જીની જાદુઈ ચિરાગ લઈ જગમાં ફરનારી છે,
રાજા મહારાજા પાસે ચિરાગ લઈ રહેનારી છે,
માણસના મનના દુઃખને ચિંતા હરનારી છે,
લોકોની ઈચ્છા મુજબ ખુશી માટે ચાલનારી છે,
નાના મોટા બધાના પ્રેમથી હાથ ઝાલનારી છે,
માલિકની ખુશીમાં પોતાની ખુશી માણનારી છે,
લોકોની સાથે રહી લોકોની ઈચ્છા જાણનારી છે,
જીની માલિક પાસે પોતાની ખુશી ધરનારી છે,
માલિકના કહ્યા પ્રમાણે ચિરગમાં મરનારી છે.
