STORYMIRROR

Jignesh christi

Inspirational Others

4  

Jignesh christi

Inspirational Others

જાદુઈ ચિરાગની વાત છે

જાદુઈ ચિરાગની વાત છે

1 min
216

એક માણસ પાસેના જાદુઈ ચિરાગની વાત છે

બસ પછી તો એને ખરેખર મળી ગયેલ લાગની વાત છે


માપસર ઉપયોગ કરીએ તો એ આશીર્વાદ છે વ્હાલા, 

વધુ પડતા ઉપયોગથી ખુદ પર લાગેલા દાગની વાત છે


જાદુઈ ચિરાગથી આપણે જે ઇચ્છિએ તે કરી શકીએ

એવા અભિમાનમાં કેટલાયે ઉજાડેલા બાગની વાત છે


જાદુઈ ચિરાગથી આપણે આળસુ તો થઈએ જ છીએ,

એનાથી આપણા પોતાનામાં લાગેલી આ આગની વાત છે


ખરી મજા તો ખુદ મહેનત કરીએ ને ફળ મળે તેમાં આવે

"સંગત" કઈ રીતે ઉપયોગ કરીએ તે દિમાગની વાત છ


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational