Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pratiksha Pandya

Drama

2.8  

Pratiksha Pandya

Drama

જાદુઈ છડી

જાદુઈ છડી

1 min
155


જાદુઈ છડી જાદુગરની, કરે સૌને જાદુમાં ગુમ,

અગ્નિથી ચૂલે ખીર પકાવે, કરે સૌને જાદુમાં ગુમ,


મંત્ર તંત્રથી જગ ડોલાવે, જાદુના પરચા દેખાડે,

આખી દુનિયા મુઠ્ઠીમાં, તંત્ર કરે સૌને જાદુમાં ડુલ,


છડી ઘુમે, મટકીમાંથી કાઢે જાદુઈ ઉલટનપુલટન,

દુનિયા છેડે લઈ જઈ, મસ્તીએ કરે સૌને જાદુમાં ઝુમ,


સર્જનહાર કેવો જાદુગર,જાદુછડીથી સૃષ્ટિસર્જન,

અદ્ભૂત એની બલિહારી, વિશ્વે કરે સૌને જાદુમાં મશગુલ,


કરામત ઈશ તણી, જો પારખીએ જીવન છે ન્યાલ,

સ્વર્ગ અહીં રૂપાળું, હળીમળી કરે સૌને આનંદે ડૂબ,


ઈશ જ સૌથી જાદુગર મોટો, ચમત્કાર એનાં નોખા,

શ્રદ્ધાએ એની કરે પાખંડી સૌને જમીને ચાટતા ધૂળ..!


Rate this content
Log in

Similar gujarati poem from Drama