Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chirag Padhya

Drama

3  

Chirag Padhya

Drama

ઇંતજાર

ઇંતજાર

1 min
307


ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગાગા


જર્જરિત માનસ પટલમાં આજ તારી યાદ આવી,

ઇંતજારે મન કમલમાં આજ તારી યાદ આવી.


આપના એ આગમનથી હું નવાઈ પામતો ને,

જો હૃદયના એ નવલમાં આજ તારી યાદ આવી.


કોઈ દિ' અઢળક મળ્યો તો કોઈ દિ' ના દીઠતો એ,

પ્રેમના એ ચલ-અચલમાં આજ તારી યાદ આવી.


લાગતો એ પ્રેમ મુજને તો બનાવટ આ હૃદયની,

ને નકલ કરતા અસલમાં આજ તારી યાદ આવી.


યાદ ભદ્રા જો કર્યા મેં શબ્દ જોડાતા ગયા ત્યાં,

ને રચાઈ આ ગઝલમાં આજ તારી યાદ આવી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama