ઈશ્વર તે મને ખુબજ આપ્યું છે
ઈશ્વર તે મને ખુબજ આપ્યું છે
હે ઈશ્વર તે મને ખુબજ આપ્યું છે
તારો ખુબજ આભાર તે મને ખુબજ આપ્યું છે,
હું મારી જ આંખે દુનિયા જોઈ શકું છું તે મને ઉત્તમ ચક્ષુનું વરદાન આપ્યું છે,
હું ઈચ્છા પડે ત્યાં મારા પગે જઈ શકું છું મને એવા પગ આપ્યા છે,
હું મારા કર્મ કરવા કોઈની મોહતાજ નથી તે માટે મને તે ઉત્તમ મારી રોગમુક્ત શરીર રચના આપી છે,
દરેક ઋતુથી બચાવે એવું મારુ રહેવા માટે આશિયાનું મારું ઘર આપેલ છે,
મને ભૂખ્યું સૂવું નથી પડતું એટલું મને તે અનાજ આપ્યું છે,
મને અતિ પ્રેમ કરવાવાળો પરિવાર આપ્યો છે,
મને ફૂલ જેવા સંતાન આપ્યા છે,
મને અતિ પ્રેમ કરવાવાળા જીવનસાથી આપ્યા છે,
તો બોલ મારે શું જોઈએ હવે ઈશ્વર તે મને ખુબજ આપ્યું છે
તે મને ખુબજ આપ્યું છે.
