STORYMIRROR

Bharat Thacker

Abstract

3  

Bharat Thacker

Abstract

ઈશારાની ભાષા

ઈશારાની ભાષા

1 min
159

શબ્દો વગરની ભાષાની એક આગવી પોકાર છે,

ઈશારાની ભાષાનો એક આગવો ચિતાર છે,


ઈશારો ઈશારો મેં દિલ લેને વાલેની તર્જ પર

આંખના ઈશારાની ભાષા, દિલની આરપાર છે,


કંઈ પણ બોલ્યા વગર જો માત્ર કરો માથું ઊંચુ – નીચું

ચાલી રહેલી વાતની સહમતીનો કરાવે દિદાર છે,


કંઈ પણ બોલ્યા વગર જો માથું આડું – અવળું હલાવો તો

એમાં નકારનો થાય સાક્ષાત્કાર છે,


કોઈપણ જણ ટચલી આંગળી આગળ ધરે તો

વોશરૂમ જવા માટેનો એ શોધે વિસ્તાર છે,


નાક પર આંગળી રાખીને આપવામાં આવે છે, એવો સંદેશ

કે ભઈ, ચૂપ રહેવામાં જ ભલીવાર છે,


કોઈ પણ વ્યક્તિ જ્યારે ખંજવાળવા માંડે માથું ત્યારે

વિચારી રહ્યો છે, કશુંક અને તાત્કાલીક જવાબ ન આપવા માટે લાચાર છે,


કોઈ વ્યક્તિ ફેરવે છે, પોતાની દાઢીમાં હાથ તમારી સામે

યાચે છે, તમારી મહેરબાની અને બેજાર છે,


જ્યારે એકમેકની ભાષા ન જાણતા હોઈએ ત્યારે

ઈશારાની ભાષા ઉપર ઘણો બધો દારોમદાર છે,


એક મિનિટ માટે ધારો કે પુરી દુનિયા થઈ ગઈ છે, મૂંગી

તો તો પછી ઈશારાની ભાષાનો જ જયજયકાર છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract