STORYMIRROR

PARUL GALATHIYA

Tragedy Others

4  

PARUL GALATHIYA

Tragedy Others

ઈર્ષાનું મોહરું

ઈર્ષાનું મોહરું

1 min
324

દુનિયામાં સારા બનવાનો દેખાડો વધી ગયો છે,

ઈમાનદારી ગઈ અને બેમાની વધી ગઈ છે,

જીંદગી આખી ઈર્ષાનું મોહરું બની ગઈ છે.


કોઈકનું પડાવી લેવામાં દુનિયા જીતી ગઈ છે,

ભાવના અને લાગણી આજે લુપ્ત થઈ ગઈ છે,

જીંદગી આખી ઈર્ષાનું મોહરું બની ગઈ છે.


દેખા દેખીમાં આ વળી અદેખાઈ વધી ગઈ છે,

નાત જાતનાં સબંધોમાં ક્રૂરતા વધી ગઈ છે,

જીંદગી આખી ઈર્ષાનું મોહરું બની ગઈ છે.


ભાઈ ભાયું સાથે ઝઘડા કરે દોલત ઘટી ગઈ છે,

બનાવટી ચહેરા લઈ ફરે ઈજ્જત ચાલી ગઈ છે,

જીંદગી આખી ઈર્ષાનું મોહરું બની ગઈ છે.


ધન ભેગું કરવામાં સબંધની માળા ટુટી ગઈ છે,

કોઈ કોઈનું નથી એ કહેવત વધી ગઈ છે,

જીંદગી આખી ઈર્ષાનું મોહરું બની ગઈ છે.


લાલશમાં ને લાલશમાં છેતપીંડી વધી ગઈ છે,

બનાવટી દુનિયામાં માણસાઈ ચાલી ગઈ છે,

જીંદગી આખી ઈર્ષાનું મોહરું બની ગઈ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy