ઈચ્છા
ઈચ્છા
કદીક થાય,
હું પણ ઠેકી જાઉં
આ સરહદો !
ગ્રહનું કેવું ?
આગ્રહ, પરગ્રહ,
સંગ્રહ,ને વિગ્રહ !
સીમા-મર્યાદા
અહીં કોને નડે છે ?
ખુલ્લું આકાશ !
પૃથ્વી સિવાય
બીજે ય હશે ?
જીવ-સજીવ !
આવકારો જ
આપું, ભલે હોય એ
પરગ્રહના !
