ઈચ્છા
ઈચ્છા


ઈચ્છાઓ નું શું
એ તો જન્મે ને પાંગરે,
કોઈ પૂરી ને અધૂરી,
ગાંડી વેલની જેમ વિકસે,
એક હજી જન્મે ને ત્યાં,
કઈ કેટલી એ ફૂટી નીકળે,
પણ આ ઈચ્છાઓ જ છે,
જે તમને ને મને જીવંત રાખે,
નવી આશાઓ નવી તાજગીનો સંચાર કરે,
મંઝિલ સુધી ના પહોંચો ત્યાં સુધી જકડી રાખે,
આમ પણ ખરું જ તો છે,
જીવન મરણ ઈચ્છાઓને આધીન છે,
ઈચ્છાઓ પૂરી તો સફળ નીવડે અંત,
ને ઈચ્છાઓ અધૂરી તો ભટકતી આત્માની નવી સફર,
બે લગામ ઘોડાની માફક,
ઈચ્છાઓ મન પર હાવી થાય,
દિલ દિમાગ બંને પર કબજો,
તો પણ છે ખરું કોઈ કે જેને ઈચ્છાઓ ના હોય.