STORYMIRROR

Mrugtrushna Tarang

Drama

3  

Mrugtrushna Tarang

Drama

ઈ ઝમકુડી

ઈ ઝમકુડી

1 min
194

આવી મારી નિકટ, હાય રે અછૂત બનતી એ ઝમકુડી,

છંછેડવા જેવું કરતી કામ ને લડાઈ પણ જીતી લેતી..


અલગ થવાની કરતી અમાપ વાર્તાઓ ઝમકુડી,

ઠઠ્ઠા મશ્કરી કરી, કહી એવું મનડું મારું હરી લેતી..


તીરછી નજરે જોનાર એને બે ધોલ મારું કે ઝમકુડી,

તેગ બહાદુર કહી મને, ત્યાંથી ભગાવી લઈ જતી..


વિદાય વેળાએ ભીના થતાં ગાલ કોરાં કરતી ઝમકુડી,

સમંદર અશ્રુનો પી મારી સામે હંમેશ હસ્યે રાખતી..


આક્રમક બનતી ઉદાસીન ભાવ જોઈ મારાં ઈ ઝમકુડી,

દુઃખડાં ખુદનાં કદીયે મને જરીકે ય ન જણાવતી..


ગુપ્તદાન કરતી ને સેવા ય અંતરથી કરતી એ ઝમકુડી,

રમતિયાળ દેખાડી સહુ સામે દોસ્તી ગુપચુપ નિભાવતી..


દોસ્ત કહી પેશન્સ રાખવા સમજાવતી એ ઝમકુડી,

ચાહતને મારી, દિવ્યભાવ કેળવવાની ગાથા ગાયે રાખતી..


કેવી હતી ને એ અમારી બચપણની દોસ્ત ઝમકુડી !

સદાય ખુશમિજાજ ફેલાવતી હસમુખી એ ઝમકુડી..!


Rate this content
Log in

Similar gujarati poem from Drama