STORYMIRROR

VARSHA PRAJAPATI

Drama

3  

VARSHA PRAJAPATI

Drama

હવે તો બંધ કરો

હવે તો બંધ કરો

1 min
416

જીવન સાથે રમત રમવાનું હવે તો બંધ કરો,

સંબંધ સાથે છળ કરવાનું હવે તો બંધ કરો.


સંબંધોની આ સંતાકૂકડીમાં જીત તમારી જ છે,

ચહેરા પર મહોરું પહેરવાનું હવે તો બંધ કરો.


દીવો પ્રગટાવવો એ તો સંસ્કૃતિનું પ્રતિક છે,

મીણબત્તીઓ બુઝાવવાનું હવે તો બંધ કરો.


મહાભારત કાળથી ચોપાટ યુદ્ધનું કારણ બની,

પ્રિયજનો સાથેની સોગઠાબાજી હવે તો બંધ કરો.


કબડ્ડી તો આપણી આદિકાળની રમત છે ભાઈ,

અમથા ટાંટિયા ખેંચવાનું હવે તો બંધ કરો.


જીવનની ઇનિંગનો સ્કોર તો નકકી જ છે,

નાહકના આમ રન લેવાનું હવે તો બંધ કરો.


રામના નામે તો પથ્થર પણ તરી ગયા હતા,

ફોગટનું આ રાજકારણ હવે તો બંધ કરો.


જીવનની શતરંજના પાસા તો એની પાસે જ છે,

અર્થહીન પ્યાદાની ચાલ હવે તો બંધ કરો.


અહીં તો જીત પછી હાર અને હાર પછી જીત છે,

વર્ષા, અનમણ રહેવાનું હવે તો બંધ કરો.


Rate this content
Log in

Similar gujarati poem from Drama