STORYMIRROR

શૈમી ઓઝા "લફ્ઝ"

Tragedy Others

3  

શૈમી ઓઝા "લફ્ઝ"

Tragedy Others

હવે શક્ય નથી

હવે શક્ય નથી

1 min
138

નજરથી નજરનો પેચ પ્રેમ કહેવો શક્ય નથી,

વાગરૂપી મોહપાશ જાણી જોઈ દિલને, વિંધી જાય તે શક્ય નથી.

જાન જાન કહી દિલ સાથે,

રમત કરી જાનાર ક્યાં ઓછા છે, આ દમહીન રમતના ખેલાડી બનવું હવે શક્ય નથી.


જીવન રહ્યું સ્પર્ધા મંચ, ઈશ્કરૂપી સ્પર્ધામાં કારમી હાર મળ્યા બાદ અડગ રહેવું હવે શક્ય નથી

એક સમય એ ચહેરો નયનની આદત બની ગયેલો,એ ભૂલનું પુનરાવર્તન વારંવાર થાય એ શક્ય નથી.


દેવદૂતનો ચહેરો જન્મોજન્મની ભૂખ બની ગયેલો, આ ભૂખ માઝા મૂકી દે એ શક્ય નથી.

દગારૂપી બાણથી આહટ દિલ,

શરાબ રૂપી ગુંદરપટ્ટીથી સંધાઈ જાય તે શક્ય નથી.


આપના વાયદા હતા મિથ્યા,

વાયદારૂપી મૃગજળમાં ડૂબકી

લગાડવાની મુર્ખામી શક્ય નથી,


વિતેલા ચોપડા ખોલી દિલ

દર્દની આગમાં તપાવવુ હવે શક્ય નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy