હવા - વાયરો
હવા - વાયરો
પાશ્ચાત સંસ્કૃતિનો વાયરો વાયો,
વટલાઈ અમ સંસ્કૃતિની હવા.
માર્યો કુદરતે ફટકો મહામારીનો,
ઝેરી થઈ ગઈ આખા વિશ્વની હવા.
કરશો ન કોઇ ચેષ્ટા કુદરતી સંપત્તિ
સાથે,
સાચવશે એ આપણને ઉદ્દીપક બનીને.
દયા, પ્રેમ, લાગણીના ભરપૂર
પ્રવાહો વહાવી,
ફેલાવી દે માનવ ! એ ગુણોને નિજ
સંસ્કૃતિની હવા લાવીને.
ઑક્સિજનના સહારેથી ચડતો,
પર્વતારોહક પર્વતારોહણની ટોચે.
લઈ ઑક્સિજન નો સહારો
મરજીવો ઊંડે ઊતરે ને લાવે મહામૂલા મોતીને.
નભમાહી, ધરામાહી સર્વ,
બ્રહ્માંડમાહી તેનો વાસ જો.
શરીર સ્વસ્થ બનાવીએ,
કરીને શુદ્ધ હવાને જો.
હવાથી ચાલતી પવનચક્કી
જેથી ઉદૃભવી વીજળી.
ઈન્ટરનેટ પણ ચાલતું,
આ હવામાં રહેલા તરંગોથી.
ઉદૃભવી પવનચક્કીથી વીજળી,
જે ઘર-ઘર કરે ઉજાસ જો.
ઇલેક્ટ્રિક સાધનો જેથી ચાલતા,
કામ સરળ બનાવતા જો.
બળતણ વિનાની સાયકલ દોડે,
ટાયરમા હવા ભરીને જો.
ને નાના ભૂલકાઓ ખુશ થાય,
સાયકલ સવારી કરીને જો.
મોટા-મોટા સાધનોના પૈડાં માં,
ભરાય સરખી હવા જો,
દોડી શકે એ સર્વ દિશાએ ,
નહિતર રહે ત્યાં નું ત્યાં જ જો.
આમ આપણી જીવસૃષ્ટિ પર,
હવાનું મહામૂલું મહત્વ જો.
ચાલો આપણે વાવી,
રાખીએ હવાને શુદ્ધ જો.
જે રાખે માનવને ધરા પર,
નિર્ભય શ્વાસ નિર્ભિક જો.