Click here for New Arrivals! Titles you should read this August.
Click here for New Arrivals! Titles you should read this August.

Hitesh Rathod

Tragedy


0.2  

Hitesh Rathod

Tragedy


હૂંફાળો સથવારો

હૂંફાળો સથવારો

1 min 404 1 min 404

સખી તારો એ હૂંફાળો સથવારો આજ બહુ સાંભરે રે, 

એક તરફ સઘળી ચિંતાઓ ને એક તરફ એ આશ્લેષ, 

મનનો આ વલવલાટ હવે ક્યાં ઠલવાશે કાંઈ ન જાણું, 

સખી તારો એ હૂંફાળો સથવારો આજ બહુ સાંભરે રે, 


અંતરના ખાલીપાને તરબતર કરતું તારું એ રૂપકડું સ્મિત, 

ને કાજળઘેલા નાજુક શા નયનોનું એ અપલક નીરખવું, 

હવે જાણે ખાવા દોડશે દસે દિશાઓ આમ એકસામટી, 

સખી તારો એ હૂંફાળો સથવારો આજ બહુ સાંભરે રે,


કોલ તો તે જ આપ્યો હતો સખી સાથ નિભાવવાનો, 

આજ અચાનક જ સાથ છોડી તે કર્યો સાવ નોધારો,

જીવન લેતી ગઈ તું હવે ને ખોળિયામાં ધમણ ચાલશે, 

સખી તારો એ હૂંફાળો સથવારો આજ બહુ સાંભરે રે..


Rate this content
Log in

More gujarati poem from Hitesh Rathod

Similar gujarati poem from Tragedy