હુંપદનો હુંકાર
હુંપદનો હુંકાર
અગનપિછોડી ઓઢી નિસર્યો,
ચાંદ-સૂરજ સર કરવા.
હું પદના હુંકાર થકી,
સારા જગને ગજવવા.
હું મહીં હવા ભરીને,
તરસે તે વિસ્તારવા.
નરસંહારની હારમાળા રચી,
લાગ્યો ધરણી ધ્રુજવવા.
અંતર પર કુઠારાઘાત કરી,
માનવતાનો વધ કરવા.
વિનાશનો કાળો કેર વર્તાવી,
રક્તરંજિત ઈતિહાસ રચવા.
અસ્તિત્વની આ લડાઈ,
મિટાવશે તારું અસ્તિત્વ.
રચી મહાભારત શું પામશે ?
ન માંગે એ સમજવા !
શીદ ના સમજે !
આભને આંબતુ વૃક્ષ થાવા,
બીજ બની જાવું દટાવા.
સોહમ બની ઓગળી જઈ,
નંદી મથો બ્રહ્મ પદ પામવા.