હું
હું
હું લખું છું તેથી જીવતી છું,
શ્વાસના કોડિયામાં શબ્દોનો દીવો છું.
કોશીશ ના કરશો એને બુઝાવવાની,
કલમ થકી બનેલી એક મશાલ છું.
શબ્દો મારા હૂં ઉંડાળથી લખુ છું,
કલમના ટીપે ટીપે છલકાઈ ગયુ.
શબ્દોની કોઈ સીમા નથી હોતી,
હું કલમ થકી પ઼કાશ પાથરી રહી છું.
"ભાવના" આજના યુગનો આ માણસ,
કલમ થકી પણ માણસાઈથી ભરેલો રહે.
