Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Romance Fantasy

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance Fantasy

હું તું અને જીવન

હું તું અને જીવન

1 min
119


ચાલ તું અને હું એકમેકને સહારે જીવી લઈએ,

જીવનને તહેવાર સમજી,

ઉજવણી કરી લઈએ,


હું હવા બની જાઉં

તું બની જા ફૂલની ફોરમ,


મારા સંગે તારું અસ્તિત્વ મહેકાવી દઉં,

જગતમાં તારું નામ રોશન કરી દઉં,


તારો હાથ એ જ મારો સાથ,

તું જ મારા જીવનનો અહેસાસ,


તું જ મારી કવિતાનો પ્રાસ,

અને તું જ મારા મૌનનો અનુવાદ,


તારા સપનાંઓને કરું સાકાર,

તારા જીવનને આપું નવો આકાર,

બસ તું આપ મને સહકાર,


તું જ મારી ખુશીઓનો ભંડાર,

બસ તું મારા જીવનની કેડી કંડાર,


આપણે દર્દને તાકાત બનાવી લઈએ,

અશ્રુઓને સ્મિતમાં પલટાવી દઈએ,


એકમેકમાં ભળી તું હું મટી,

આપણે બની જઈએ,

તું અન કહી વાતોને શબ્દોમાં વ્યક્ત કરી લે,


હું તારી વાર્તાનું કિરદાર બની જાઉં,

તું મારી હસીનું કારણ બની જા,


હું સ્મિતનો શણગાર સજી લઈશ,

ચાલ એકમેકમાં ભળી જઈએ,

જેમ સરિતા ભળે સાગરમાં એમ ભળી જઈએ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance