હું તો સદાય તારી થઈ
હું તો સદાય તારી થઈ
અમાસની અંધારી રાત હતી,
તેને જોઈ પૂનમ ખીલી ગઈ.
સ્મિત કરતી પાસે આવી,
મનનાં અરમાનો ઉછાળી ગઈ.
નજરના તીર ચલાવ્યા તેણે,
ઘાયલ મુજને કરી ગઈ.
છનનન ઝાંઝરના મધુર નાદે,
હૃદયની ધડકન વધારી ગઈ.
સ્નેહથી માથે હાથ મુક્યોને,
પ્રેમની જ્યોત પ્રગટાવી ગઈ.
મીઠા મધુરા સ્વરે તે બોલી,
સિતારનો રણકાર કરી ગઈ.
હાથ ઝાલી ખેંચ્યો મુજને,
રોમ રોમ વિજળી ફેલાવી ગઈ.
પ્રિયતમ કહી બોલાવ્યો તેણે,
બાવરો મુજને બનાવી ગઈ.
આ સ્વપ્ન છે કે હકીકત, તેની
ભ્રમણા માં ઉતારતી ગઈ.
તે બોલી આ સ્વપ્ન નથી "મુરલી"
પ્રિયતમ હું સદાય તારી થઈ.

