હું શોધુ છું
હું શોધુ છું
માનવીઓ તો મને રોજ ઘણા મળે છે,
હું તો માનવતાની સરિતા વહાવનારને શોધુ છું.
સ્નેહીજનોનો તો મને ઘણા મળેલ છે,
હું તો લાગણીઓથી તરબતર કરનારને શોધુ છું.
પ્રમાણિક માનવો તો મને ઘણા મળે છે,
હું તો પ્રમાણિકતા કાયમ જાળવનારને શોધુ છું.
સુખમાં મિત્ર બનનાર તો મને ઘણા મળે છે,
હું તો દુઃખમાં કાયમ સાથ નિભાવનારને શોધુ છું.
છલકપટ કરનારાઓ તો મને ઘણા મળે છે,
હું તો જુલ્મ અને સિતમ સામે લડનારાને શોધુ છું.
"મુરલી"ના પ્રેમમાં ડૂબનારા તો ઘણા મળે છે,
હુ તો ફક્ત રાધિકા જેવી પવિત્ર પ્રિયતમાને શોધુ છુ.
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)
