હું શિક્ષક છું
હું શિક્ષક છું
અરે..રે સમાજ હું શિક્ષક છું,
મને નબળો ન ગણજો,
મેં તો કેટલાય ઝખમો ઝીલીને હસતું મોં રાખ્યું છે,
પણ એનો જવાબ મેં માણસો તૈયાર કરીને આપ્યા છે,
મને ન નબળો ન ગણશો કારણ હું એક શિક્ષક છું.
નથી આશા મને કોઈ એવી ખોટી,
હું તો મારી મહેનતનું વાવેલું ખાઉં છું,
કારણ હું એક શિક્ષક છું. મને નબળો ન ગણજો.
આંખ મારી ભરાય જાય વર્ણન કરતાં,
એવા બાળકોનો હાથ મેં ઝાલ્યો છે,
કારણ હું એક શિક્ષક છું.
અરે..સમાજ હું તને પૂછું છું,
હવે બોલ તે આજ'દિમાં શું આપ્યું..?

