હું રડી પણ ના શકું
હું રડી પણ ના શકું
મને ડર છે કયાંક વાત
વિખેરાઈ જાય ને..
હું રડી પણ ના શકું...
રોજ બરોજની જિંદગીનો લકવો મારી ગયો મારી
જીંદગીમાં શું ?
સ્ત્રી છીએ તો જીંદગીમાં ડરીને રહેવાનું ?
સ્ત્રી હોવું પાપ છે શું ?
સદાય વેદનાંજ નસીબમાં આવે ?
રાખીએ સૌની સંભાળ તોય ?
પતિનાં ડરથી ખૂણામાં બેસીને..
શું આંસુ જ સારવાના ?
કે વોશરૂમમાં લખી તો લઉ છું..
કયારેક લખતા કલમ ને કાગળ પલળી જાય...
મારા અશ્રુંની ધારમાં...
આજે પણ છે મારી પીઠ પાછળ કાંઈક બોલાય છે..
એમના બોલેલા શબ્દ ડંખ મારે છે.
ડર લાગે છે..
થાય છે એમનાં લાગેલા દિલમાં ડંખ થી હું કાંઈ બુઝાઈ જાવ ...
કયાંક હું અંદરને અંદર સળગી ના જાવ...
એ વાતનો ડર છે !
ઈચ્છાઓ ઘણી હોવા છતાં પણ..
એકલી સારતી આંસુ..
મારી તમન્નાઓને મારુ છું..
મારા મનનો ડર મને નાં પાડે છે.
તમારા જ ત્રાજવે જીંદગી તોળાઈ ગઈ છે મારી..
મન બેચેન રહ્યાં કરે છે..
પ્રીતડી ખોવાઈ જાય એવું લાગે છે..
મારી હિંમત ગવાઈ જાય છે..
જયાં જોવું ત્યાં તમે જ દેખાવ છો...
મારા મનમા એક હાઉ ભરાઈ ગયો છે..
કયાંક તમે મને...
