હું પારેવુ...
હું પારેવુ...
હું પારેવુ આકાશ ને આંબી શકુ છું,
દૂર દેશાવરની સફર કરી શકુ છું.
પણ કદી મારા દીલની,
વ્યથા ન બતાવી શકુ.
પાંખો ફેલાવી ગગન ને ચુમી શકુ છું,
પણ મારા મનની વાત ના કહી શકું.
મસ્ત બની આમતેમ વિહરી શકુ છું,
પણ મારી ભાવનાઓ દર્શાવી ના શકુ.
હું એક અબોલ પારેવુ,
માણસો ના ભાવ પારખી શકુ છું.
હું નિજાનંદમા રહી શકુ છું,
ચણ ચણી પ્રભુ ગુણ ગાઈ શકુ છું....!
